મોરબીમાં શુક્રવારે મહત્તમ તાપમાન 41.ડિગ્રી નોંધાયું મોરબી : આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં બદલાવ સાથે હળવું વાવાઝોડું અને પ્રિમોન્સુન એક્ટિવિટી હેઠળ હળવો-ભારે વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ આગામી તા.5ના રોજ ઝડપી પવન ફૂંકાવાની સાથે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે.દરમિયાન શુક્રવારે મોરબીમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી રહ્યું હોવાનું હવામાન વિભાગના ઓટો વેધર સ્ટેશનના આંકડા જણાવી રહ્યા છે.સમગ્ર રાજ્યમાં એપ્રિલ મહિના દરમિયાન હિટવેવની સ્થિતિ વચ્ચે આખો મહિનો અસહ્ય આકરી ગરમી પડયા બાદ મે માસની શરૂઆતમાં પણ આકરા તાપમાંથી મુક્તિ નથી મળી શુક્રવારે મોરબીમાં મહત્તમ તાપમાન 41.7 ડિગ્રી રહ્યું હોવાનું હવામાન વિભાગના સત્તાવાર આંકડા જણાવી રહ્યા છે. બીજીતરફ આવતીકાલે શનિવારથી રાજ્યમાં પ્રિમોન્સુન એક્ટિવિટી સાથે વાતાવરણમાં પલટો આવવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને આગામી તા.9 મેં સુધી રાજ્યના અલગ-અલગ જિલ્લામાં હળવા ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટરની ઝડપે તેજ પવન સાથે હળવું વાવાઝોડું ફૂંકવાનું સંભાવના વ્યક્ત કરી છે. મોરબી જિલ્લામાં પણ તા.5ના રોજ વાતાવરણમાં પલટા સાથે હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.