વાંકાનેર : વાંકાનેરમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સને પોલીસે ઝડપી લઈ બાઇક ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ શખ્સની ધરપકડ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી થયેલ બાઇક સાથે એક શખ્સ અમરસિંહજી હાઇસ્કુલ પાસે ખુલ્લા ગ્રાઉન્ડમા ઉભેલ છે. જે હકીકતને આધારે શખ્સને પકડી નામઠામ પુછી બાઈકના કાગળો બાબતે પુછપરછ કરતા ગલ્લા-તલ્લા કરતા તેની સધન પુછપરછ કરવામાં આવી હતી. આ શખ્સે પોતાનું નામ હનીફશા ઇબ્રાહીમશા શાહદાર ઉ.વ.-૩૬ રહે ચુનારા વાડ ચોકમા, શેરી નં.૫, ભાવનગર રોડ, રાજકોટ હોવાનું અને તેને આ બાઇક વાંકાનેરમાં પીરમસાય હોસ્પીટલ પાછળથી ચોરી કરેલ હોવાની કબુલાત આપી હતી. વધુમાં આ શખ્સ સામે અગાઉ 12 ગુનાઓ નોંધાયેલ હોવાનું પણ સામે આવ્યું હતું. આ કામગીરીમાં પીઆઇ એચ.એ.જાડેજા, પીએસઆઈ એ.કે. સાંગાણી, પો.હેડ કોન્સ. યશપાલસિંહ પરમાર, મુકેશભાઈ ચાવડા, વિરેન્દ્રસિંહ ઝાલા, વિશ્વરાજસિંહ ઝાલા, કોન્સ. દર્શીતભાઇ વ્યાસ, પ્રદિપસિંહ ઝાલા, વિપુલભાઈ પરમાર તથા હિતેન્દ્રસિંહ ઝાલા રોકાયેલ હતા.