નોકરી મેળવવા ઇચ્છુક અને લાયકાત ધરાવતા ઉમેદવારોએ નિયત સમયે ઉપસ્થિત રહેવુંમોરબી : જિલ્લા રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. 5-5-2025ના રોજ સવારે 11 કલાકે યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજ, ભડીયાદ રોડ, નઝર બાગ રેલ્વે સ્ટેશન પાસે, મોરબી ખાતે તાલુકા કક્ષાનાં ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએસસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા 18 થી 35 વર્ષની વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે. આ ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે જરૂરી સાધનિક કાગળો સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. આ ભરતી મેળામાં રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.