મહાપાલિકાએ જાહેરમાં થુંકનાર સામે દંડનીય કાર્યવાહી કરી : ગંદકી કરતા વધુ ૩૭ આસામીઓને રૂ.૩૮ હજારનો દંડમોરબી : મોરબી મહાપાલિકા દ્વારા છેલ્લા એક અઠવાડિયામાં ગંદકી કરતા વધુ ૩૭ આસામીઓને રૂ.૩૮ હજારનો દંડ ફટકાર્યો છે. ઉપરાંત જાહેરમાં થુંકતા લોકો પાસેથી પણ રૂ.100નો દંડ લેવાનું શરૂ કર્યું છે.મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરી વિસ્તારમાં તા. ૨૩/૦૪/૨૦૨૫ થી ૩૦/૦૪/૨૦૨૫ દરમિયાન પ્રતિબંધિત પ્લાસ્ટિક વપરાશકર્તા તથા ગંદકી કરતાં આસામી સામે દંડની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશકર્તા કુલ ૨૪ આસામી પાસેથી રૂ. ૫૦,૪૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. ગંદકી કરતા ૩૭ આસામી પાસેથી રૂ. ૩૮,૯૦૦/-નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. આ ઉપરાંત જાહેરમાં કચરો સળગાવતા ૨ આસામી પાસેથી રૂ.૬૦૦/-નો દંડ, ખુલ્લામાં યુરીનેશન કરવા બદલ ૧ આસામી પાસેથી રૂ. ૧૦૦/-નો દંડ તથા જાહેરમાં થુકવા બદલ ૧ આસામી પાસેથી રૂ.૧૦૦/- નો દંડ વસુલ કરવામાં આવેલ હતો. મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને શહેરમાં ગંદકી ન ફેલાવવા અનુરોધ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નરની યાદીમાં જણાવાયું છે.