ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા ગામે રહેતા લીલાબેન દેવજીભાઈ પારધી ઉ.65 નામના વૃધ્ધાને ગઈકાલે વહેલી સવારે પોતાના ઘેર જમણા હાથમાં ઝેરી જનાવર કરડી જતા પ્રથમ ટંકારા બાદ વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.