ઇવી ઉપર હાલ 1 ટકા જ ટેક્સ લાગુ : 8 વર્ષ જુના વાહનો સ્ક્રેપ કરાવીને પણ વાહનચાલકો ટેક્સ માફી મેળવી શકે છેમોરબી : રાજ્ય સરકારે ઇવીને પ્રોત્સાહન આપવા માટે 31 માર્ચ, 2026 સુધી સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો પર 5% ટેક્સ માફી આપવામાં આવી રહી છે. ઇવી ઉપર ટેક્સ દર માત્ર 1% જ લેવામાં આવી રહ્યો છે. નાગરિકો હવે વાહન 4.0 પોર્ટલ દ્વારા તેમનાં ઇલેક્ટ્રિક વાહનોની ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને એનો સીધો લાભ મેળવી શકે છે. આ અંગે મોરબીના એઆરટીઓ રોહિત પ્રજાપતિએ જણાવ્યું કે ઇલેક્ટ્રિક વાહન પ્રમાણે અઢીથી લઈ છ ટકા સુધીના ટેક્સ સ્લેબ છે. પણ સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે માત્ર એક ટકા જ ટેક્સ લેવામાં આવી રહ્યો છે. મોરબી જિલ્લામાં અત્યાર સુધી 1870 ઇલેક્ટ્રિક વાહનોની વેચાણ થયું છે.વધુમાં તેઓએ જણાવ્યું કે 8 વર્ષથી જુના વાહનોને સરકાર માન્ય આરવીએસએફ સેન્ટરમાં એક વર્ષની અંદર સ્ક્રેપ કરાવવામાં આવે તો જે દંડ, ચલણ કે વ્યાજ હશે તે બાદ કરવામાં આવશે. જેની ઉપર ગુજરાત મોટર વ્હીકલ ટેક્સ રૂલ હેઠળ ચલણ ઇસ્યુ થયું હોય, આરઆરસી ઇસ્યુ થઈ હોય, સરકાર દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા હોય, અથવા કોર્ટ કાર્યવાહી થઈ હોય તેવા વાહનોને ટેક્સ માફીનો લાભ મળશે નહીંઆ યોજનાનો લાભ લેવા ઇચ્છુક વાહન માલિકોએ આરટીઓ કચેરીએ અરજી કરવાની રહેશે. બાદમાં આરવીએસએફ સેન્ટરમાં એપ્લિકેશન કરવાની રહેશે. ત્યાં વાહન સ્ક્રેપ કરી સર્ટિફિકેટ આપવામાં આવશે. જે આરટીઓ ઓફિસમાં જમા કરવાનું રહેશે. એટલે ટેક્સ માફી મળી જશે.