વિદેશી દારૂ સાથે એક પકડાયો, એક આરોપી ફરારમોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં ત્રાજપર વિસ્તારમાંથી અલગ અલગ બ્રાન્ડની 28 બોટલ કબજે કરી હતી. જો કે, દરોડા દરમિયાન એક આરોપી પકડાઈ ગયો હતો જ્યારે બીજો ફરાર થઇ ગયો હતો.પ્રથમ દરોડામાં સીટી એ ડિવિઝન પોલીસે ત્રાજપર ખારી વિસ્તારમાં રામકુવા પાસે આરોપી નિલેશ ભરતભાઇ ડાભીના રહેણાંકમાં દરોડો પાડતા વિદેશી દારૂની અલગ અલગ માપની 27 બોટલ કિંમત રૂપિયા 9369 મળી આવી હતી. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જ્યારે બીજા દરોડામાં ત્રાજપર ચોકડી પાસેથી પોલીસે આરોપી નરેન્દ્ર ભગવાનસિંગ કુરમી રહે.પેડક સોસાયટી વાંકાનેર વાળાને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 562 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.