મોરબી : જીલરીયા પરિવાર દ્વારા મોરબી તાલુકાના અમરાપર (ના.) ખાતે શ્રી મોમાઈ માતાજી મંદિરના ભવ્ય પાટોત્સવનું આયોજન તા. 3-5-2025 ને શનિવારના રોજ કરવામાં આવ્યું છે. આ પાટોત્સવના સવારે 9.15 કલાકે જગદગુરુ શંકરાચાર્ય મહારાજના વિશેષ સાનિધ્યની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, મંત્રી રાઘવજીભાઈ પટેલ, મંત્રી મુળુભાઈ બેરા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે. તેમજ રાત્રે 9.30 કલાકે સંતવાણી-લોકડાયરાનું આયોજન છે. ત્યારે માઁ મોમાઈના દર્શન કરવા, સ્ટેજ કાર્યક્રમ પૂર્ણ થયે મહાપ્રસાદનો લાભ લેવા, તથા રાત્રે લોકડાયરામાં પધારવા કાર્યક્રમના મુખ્ય આયોજક વરજાંગભાઈ જીલરીયા દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.