આવા વાહનોની હરાજી કરી નિકાલ કરવા સામાજિક આગેવાનની કલેકટરને રજુઆતમોરબી : મોરબી જિલ્લા તથા તાલુકા સેવાસદનમાં સ્ક્રેપ વાહનોનો નિકાલ કરવા મામલે અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પૂર્વ સલાહકાર પી.પી. જોષી દ્વારા જિલ્લા કલેકટરને રજુઆત કરવામાં આવી છે. રજુઆતમાં જણાવાયુ છે કે મોરબી તાલુકા સેવાસદન લાલબાગ ખાતે આશરે આઠ જેટલા જીપ તથા અન્ય વાહનો ભંગાર હાલતમાં પડેલ છે અને સડે છે. તેમજ જીલ્લા સેવાસદનમાં રૂબરૂ તપાસ કરતા ત્યાં પણ વાહનો ભંગાર હાલતમાં સડે છે, જેથી તાલુકા તથા જીલ્લા સેવાસદનમાં આવતા અરજદારોને પોતાના વાહન પાર્ક કરવામાં ઘણી જ તકલીફ પડે છે. તેમાં ઘણા વાહન સારી કંડીશનમાં પણ છે. જેથી ચાલુ કરીને અન્ય ડીપાર્ટમેનને આપી શકાય.આજે સરકારના કરોડો રૂપિયાના વાહનો મોરબી ખાતે સડી રહયા છે. તો તે વાહનનો નિયમનુસાર હરરાજી કરવામાં આવે છે. પરંતુ અહીંયા કોઈ ભાવ પુછતુ નથી. સરકારને પણ કરોડો રૂપિયાનું નુકશાન થઈ રહયુ છે. તો આવા ભંગાર વાહનનો નિકાલ કરવો જરૂરી છે.