ટેક્સ શાખા દ્વારા સીલ કરાયેલી મિલકતોની ટૂંક સમયમાં થશે હરાજીમોરબી : મોરબી મહાનગરપાલિકા દ્વારા મિલકતવેરા પર 10 ટકા રિબેટ આપવામાં આવે છે. સાથે જ ટેક્સ શાખા દ્વારા તારીખ 1 એપ્રિલ થી 25 એપ્રિલ સુધી 10 હજારથી 50 હજાર સુધીની રકમ બાકીના 1266 મિલકતધારકોને વોરંટ બજવણી કરવામાં આવી છે. ટેક્સ શાખા દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતને ટૂંક સમયમાં હરાજી કરી બાકી રકમની વસુલાત કરવામાં આવશે.વર્ષ 2025-26માં પણ ટેક્સ શાખા દ્વારા 2024-25ના વર્ષના બાકી રકમ ભરપાઈ ન કરનારને વોરંટ બજવણી કરી એપ્રિલ, મે, જૂન સુધીમાં મિલકત જપ્તી/ટાંચમાં લેવામાં આવશે. મિલકત વેરો ભરવા માટે WWW.enagar.gujarat.gov.in પર ઓનલાઈન ટેક્સ ભરી શકે છે. તેમજ સિવિક સેન્ટર, પહેલા માળે, રેલવે સ્ટેશન પાસે અને મોરબી મહાનગરપાલિકા મુખ્ય કચેરીમાં ટેક્સ ભરી શકાશે. જેથી બાકી વેરો તાત્કાલિક ભરપાઈ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી છે.