મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા આ ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઇજનેરો પણ ઉપસ્થિત રહેશે : સિંચાઈનો લાભ લેતા ખેડૂતોને બેઠકમાં ઉપસ્થિત રહેવા અપીલમોરબી : નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધાનો લાભ મેળવતા ખેડૂતોના પ્રશ્નો સાંભળવા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા આવતીકાલે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં ખેડુતો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે.મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની યાદીમાં જણાવાયુ છે કે નર્મદા યોજના આધારિત સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે તા.2 મેને શુક્રવારના રોજ બપોરે 12.45 કલાકે મોરબીમાં સર્કિટ હાઉસ મુકામે એક અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા યોજનાની મોરબી બ્રાન્ચ કેનાલ, ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલ તથા માળીયા બ્રાન્ચ કેનાલ દ્વારા સિંચાઈ સુવિધા મેળવતા ખેડૂતો માટે આગામી ખરીફ પાક માટે પાણી આપવાનું થાય છે. એ માટે તથા જેઓને કેનાલ બાબતના પ્રશ્નો હોય તેઓએ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહેવું. આ મિટિંગમાં ત્રણેય બ્રાન્ચના કાર્યપાલક ઇજનેરો તથા અન્ય તમામ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.