મકાનમાંથી ચોરી થયેલ રૂ.10.20 લાખના દાગીના અને રૂ.3.20 લાખની રોકડ ફરિયાદીને પરત સોંપીમોરબી : મોરબી સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા રૂ.3.81 લાખની કિંમતના ખોવાયેલા 21 મોબાઈલ ફોન CEIR પોર્ટલની મદદથી શોધી કાઢીને તેના મુળ માલિકોને રૂબરૂ બોલાવીને પરત આપવામાં આવ્યા છે. આ સાથે એ ડિવિઝન પોલીસ દ્વારા શનાળા રોડ ઉપર ન્યુ ગુજરાત હાઉસીંગ બોર્ડમાં સતેશ્વર મહાદેવ મંદીરની બાજુમા એક ભાડાના મકાનમાથી ચોરી થયેલ રૂ.10.20 લાખની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂ.3.20 લાખની રોકડ રિકવર કરી ફરિયાદીને પરત સોંપી છે.આ કામગીરીમાં પીઆઇ આર.એસ.પટેલ, પો.સબ.ઇન્સ જે.સી.ગોહિલ, એ.એસ.આઇ. કિશોરભાઈ મિયાત્રા, સવજીભાઇ દાફડા, જયવંતસિંહ ગોહીલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિજયદાન હરદાન, પો.હેડ.કોન્સ. હિતેશભાઇ વશરામભાઇ, પો.કોન્સ.સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, પૃથ્વીરાજસિંહ જાડેજા, જયદીપભાઇ ગઢવી, મહીલા પો.કોન્સ.કોમલબેન મિયાત્રા તથા મોનાબેન રાઠોડ રોકાયેલ હતા.