મોરબી : મોરબી તાલુકાની ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ 2 મે ને શુક્રવારના રોજ શાળાના શતાબ્દી મહોત્સવનું આયોજન કરાયું હતું. પરંતુ હાલ આ શતાબ્દી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. ખાખરાળા ગામમાં બનેલી દુઃખદ ઘટના અનુસંધાને 2 મેના રોજ યોજાનાર શાળાનો શતાબ્દી મહોત્સવ મોકૂફ રાખવામાં આવ્યો છે. જેની સર્વેએ નોંધ લેવા જણાવાયું છે.