મોરબી : આજ રોજ તા.1-5-2025ના રોજ બ્રહ્માકુમારી સેન્ટર મોરબી ખાતે ગર્ભ સંસ્કાર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ઘટક-2ના સીડીપીઓ ભાવનાબેન ચારોલા, મોરબી બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્ય સંચાલીકા અલ્કાદીદી, ડો.જીગીશાદીદી,આયુશીદીદી તથા મોરબી ઘટક-2 અને મોરબી સીટી વિસ્તારના તમામ આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેનોએ આ સેમીનારમાં ભાગ લીધો હતો. જેમાં મોરબી બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્ય સંચાલીકા અલ્કા દીદીએ રાજયોગ મેડીટેશન વર્તમાન સમયમાં શા માટે જરૂરી છે તેના વિશે સમજાવેલ તથા બ્રહ્મકુમારીના ડો. જીગીશાબેન ગર્ભધાન સંસ્કાર વિશે વિસ્તૃત માર્ગદર્શન આપેલ તથા બ્રહમાકુમારીના આયુશીબેને યોગ કોમેન્ટ્રી દ્વારા ગર્ભ સંસ્કાર કરવા બાબતે માર્ગદર્શન આપવમાં આવ્યું હતું. અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત ગર્ભ સંસ્કાર એટલે આવનારા બાળકના ગુણોને પાયામાંથી શીખ અપાવી આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાનો એક સંસ્કાર એટલે “ગર્ભ સંસ્કાર” માન. જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતી તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ. સી. ભટ્ટ સાહેબના માર્ગદર્શન અંતર્ગત અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત પ્રોજેક્ટ અભિમન્યુ શરૂ કરવામાં આવેલ છે.