આધ્યાત્મિક અને ઓકલ્ટ વિજ્ઞાન ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા ખ્યાતિબેન મોરબીવાસીઓને આ કોલમ પીરસશે : આ કોલમ જિજ્ઞાસા અને આત્મ જાગૃતિ વચ્ચેની યાત્રા રજૂ થશેમોરબી : મોરબી અપડેટ ઉપર હવેથી દર શનિવારે “આત્મયાત્રા: અજાણ્યા જ્ઞાનની ઓર” કોલમ પીરસવામાં આવશે. આ કોલમમાં આધ્યાત્મિક અને ઓકલ્ટ વિજ્ઞાન ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા ખ્યાતિબેન મોરબીવાસીઓને જિજ્ઞાસા અને આત્મ જાગૃતિ વચ્ચેની યાત્રા રજૂ કરશે. ખ્યાતિબેન મૂળભૂત રીતે એક ઈજનેર અને ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીમાં સેલ્સ અને માર્કેટિંગ મેનેજર તરીકે કાર્યરત છે. તેઓ છેલ્લા સાત વર્ષથી આધ્યાત્મિક અને ઓકલ્ટ વિજ્ઞાનના ક્ષેત્રમાં એક સુપષ્ટ ઉપસ્થિતિ ધરાવે છે. તેમની કામની વિશિષ્ટતા ટારોટ, અંકશાસ્ત્ર, જ્યોતિષ, વાસ્તુ, હીલિંગ, ક્રિસ્ટલ થેરાપી, ભૂતપૂર્વ જીવન થેરાપી vagere જેવા વિધાઓમાં છે — જ્યાં વ્યક્તિના આંતરિક અવાજ, ઉર્જાઓ અને જીવન સાથે જોડાયેલા અભ્યાસ દ્વારા માર્ગદર્શન મળે છે.૨૫,૦૦૦થી વધુ લોકોને જાતજાગૃતિ અને શાંતિના પંથે દોરી જતા તેઓ, દરેક મુલાકાતીને માત્ર જવાબ નથી આપતા - પણ તેમને પોતાના જીવનને એક નવી દ્રષ્ટિએ જોવા માટે સજ્જ બનાવે છે. આ યાત્રાનું નામ છે Soul’s Journey — એક એવું સ્થાન જ્યાં વૈજ્ઞાનિક જીવન પણ આધ્યાત્મિક ઊંડાણ સાથે મળીને જીવનને નવી દિશા આપે છે.આ કોલમ વિશે ખ્યાતિબેન જણાવે છે કે, દરેક જીવન કોઈને કોઈ ઊર્જાના પાલવમાં વહેંચાયેલું હોય છે- ક્યારેક દ્રશ્ય, ક્યારેક અદ્રશ્ય... 'આત્મયાત્રા' એ એક એવી શ્રેણી છે, જ્યાં આપણે જોઈશું કે કેવી રીતે ટારોટ, ક્રિસ્ટલ, ન્યુમરોલોજી, જ્યોતિષ, ઝિબુ ચિહ્નો અને પાસ્ટ લાઈફ જેવા આધ્યાત્મિક પદ્ધતિઓ આપણાં અંતરમનને સંભળાવવાનો પ્રયાસ કરે છે.આ લેખોમાં શીખવવાનું નહીં હોય - પણ તમને વિચારવા માટે પ્રેરણા આપવી હશે, તમારી અંદર છુપાયેલ રહસ્યો ઓળખવા માટે એક સંકેત આપવો હશે.આ કોલમ છે જિજ્ઞાસા અને આત્મ-જાગૃતિ વચ્ચેની યાત્રા... એટલે આ છે – “આત્મયાત્રા: અજાણ્યા જ્ઞાનની ઓર”.વધુ જાણકારી માટે મુલાકાત લ્યો: www.soulsjourney.co.in