મોરબી : નવભારત મિશન મોરબી જિલ્લાના મહામંત્રી ધર્મેન્દ્રભાઈ શુક્લના જન્મદિવસ પ્રસંગે 'મહા રક્તદાન શિબિર'નું તા.11ને રવિવારના રોજ સંસ્કાર બ્લડ બેન્ક, જીઆઇડીસી મેઈન રોડ, મોરબી ખાતે સવારે 8થી બપોરે 12 વાગ્યા સુધી આયોજન કરવામાં આવ્યું છે. આ સેવાકીય પ્રવૃત્તિમાં વધુમાં વધુ લોકો સામેલ થાય તેમ યાદીમાં જણાવાયું છે.