કોઈ જાણકારી મળે તો તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અપીલમોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશન મુજબ મરણ જનાર એક અજાણ્યો પુરુષ ઉમર વર્ષ આશરે 40 વર્ષ વાળો તા-28-04-2025 ના બપોર ના 1-10 કલાક પહેલા મોરબીના લગ્ધીરપુર રોડ એન્ટીક સિરામિક તથા પોર્સીપોસ વેરહાઉસ વચ્ચે આવેલ માટીના ઢગલા પાસે કોઈપણ કારણસર મરણ જતા રાજકોટ સરકારી હોસ્પિટલમાં પી.એમ. કરાવી જેની લાશને મોરબી સરકારી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવી છે.મરણજનાર વ્યક્તિના નામની કે તેના સગા-સબંધી કોઈની ઓળખ ન થઈ હોવાના કારણે તેના અંગે કોઈને જાણકારી મળે તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર 6359 626066 અથવા પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલના મોબાઈલ નંબર 9016388819 નો સંપર્ક કરવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.