ગુજરાતની સુખાકારી, સમૃધ્ધિ અને શાંતિ માટે એક દિવસનો ઉપવાસ કર્યા બાદ સાંજે પારણા કરાવાયામોરબી : ગુજરાત સ્થાપના દિવસ નીમીત્તે ગુજરાતભરમાં ગુજરાતની સુખાકારી, સમૃધ્ધિ અને શાંતિ માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિક ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી જિલ્લાના હોદેદારો અને કાર્યકરો દ્વારા આજે સવારથી ઉપવાસ રાખવામાં આવ્યા હતા. જે ઉપવાસનાં પારણાં પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાની હેઠળ જિલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ દ્વારા તમામ હોદેદારો અને કાર્યકર્તાઓને ઉપવાસનાં પારણાં કરવામાં આવ્યાં હતાં. તેમજ વાકાનેર વિધાનસભા વિસ્તારના પારણા વાંકાનેર વિધાનસભાના પ્રભારી પંકજભાઈ અદ્રોજા દ્વારા અને ટંકારા વિધાનસભાના પારણા ટંકારા તાલુકા પ્રમુખ નરોત્તમભાઈ ગોસરા દ્વારા કરાવવામાં આવ્યા હતા અને સાથે ગુજરાતમાં સુખાકારી સમૃધ્ધિ શાંતિ માટે સંકલ્પ કર્યો હતો. તેમ આમ આદમી પાર્ટીની યાદીમાં જણાવાયું છે.