મોરબી : મોરબીના વતની હાલ સ્વસ્તિક હાઈસ્કૂલ, હાલીસા દહેગામ તાલુકામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષક તરીકે સેવા બજાવતા ડૉ. અસ્મિતા મહાદેવભાઈ જેતપરિયા કે જેઓને પર્યાવરણ બચાવવાના યજ્ઞકાર્યમાં પોતાનું વિશિષ્ટ પ્રદાન આપવા બદલ ગુજરાતના શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરના હસ્તે પ્રમાણપત્ર અને સિલ્ડ એનાયત કરી તેઓના કાર્યને બિરદાવવામાં આવ્યું.મહત્વનું છે કે, આજના ગ્લોબલ વોર્મિંગના સમયમાં પર્યાવરણનું જતન અને સંરક્ષણની તાતી જરૂરિયાત ઉભી થઇ છે ત્યારે માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ, બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા, અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સમગ્ર ગુજરાતના 2555 પર્યાવરણ પ્રેમી શિક્ષકોને સન્માનિત કરાયા હતા.