લેણી રકમ રૂ.1.93 લાખ વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવી દેવા કોર્ટનો આદેશ મોરબી : મોરબીની પેપર મિલને બીલની બાકી રકમ રૂ.1.93 લાખ ન ચૂકવનાર પેઢીને સિવિલ કોર્ટએ બે માસ અગિયાર દિવસમાં જ ચુકાદો આપી અદાલતમાં ઝડપી ન્યાય મળી શકે છે તેવું પ્રસ્થાપિત કરેલ છે.મોરબીની રાધેશ્યામ પેપર મિલે ચાંગોદર-અમદાવાદ તથા વઢવાણની ગ્રેસી માર્કેટિંગના પ્રોપ્રાઈટર શિવમ ધવલભાઈ રાવલને રૂ. બે લાખ ત્રાણુ હજારના પેપર્સ વેંચેલ, જેની સામે એક લાખનું પાર્ટ પેમેન્ટ થયેલ અને બાકીની રકમ રૂ. એક લાખ ત્રાણુ હજાર ચૂકવવામાં ઠાગાથૈયા કરતાં પેપર મિલે મોરબી સિવિલ અદાલતમાં દાવો કરેલ હતો. જેમાં મોરબી સિવિલ કોર્ટએ બે માસ અગિયાર દિવસમાં લહેણી રકમ રૂ. એક લાખ ત્રાણુ હજાર વ્યાજ અને ખર્ચ સહીત ચૂકવવા ચુકાદો આપેલ છે. પેપર મિલ વતી વકીલ બી એન શેઠ, નિશ શેઠ, જાનકીબેન એન મહેતા રોકાયેલ હતા. તેમ યાદીમાં જણાવાયું છે.