અખાત્રીજના શુભ દિવસે 8 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા ટંકારા : શ્રી કડવા પાટીદાર સમાજ ટંકારા પ્રેરિત ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા અખાત્રીજના શુભ દિવસે 13મો સમૂહ લગ્ન કલ્યાણપર પાટિયા પાસે સ્થિત સમાજ વાડીમાં યોજાયો હતો. આ સમૂહ લગ્નમાં કુલ 8 નવયુગોલોએ પ્રભુતામાં પગલાં પાડયા હતા. નવ યુગલને આશિર્વાદ આપવા તાલુકાના નામાંકિત રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં પાટીદારો પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા સમૂહ લગ્ન સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ બારૈયા, ઉપાધ્યક્ષ કચરાભાઈ ધોડાસરા, પ્રમુખ હીરાભાઈ, ઉપપ્રમુખ વલમજીભાઈ રાજપરા, દિપકભાઇ સુરાણી, ખજાનચી કેશુભાઈ જીવાણી, મંત્રી રમેશકુમાર કૈલા, ગોરધનભાઈ ચિકાણી, ડાયાલાલ બારૈયા, વાત્સલ્ય મનિપરા સહિતની વિવિધ કમિટીના સદસ્ય ગામડાની કમિટી, કાયમી દાતા અને ધોમ ધખતા તાપમા અથાગ મહેનત કરતા સ્વયં સેવકના પરિણામે શાહી સમૂહ લગ્ન દિપી ઉઠયો હતો. નકલંકધામ બગથળાના મહંત દામજીભગતે દીકરીઓને કુટુંબની દરકાર લેવા લાજ કાઢીને નહી લાજ રાખીને જીવન જીવવા ટકોર કરી હતી. કમિટી વતી કુમાર કૈલાએ જણાવ્યું હતું કે, આ સમૂહ કાર્ય એક મેકના સહયોગ વિના શક્ય નથી. સૌ નવયુવાને આવા કાર્ય માટે પોતાની હાજરી ખુબ અનુમોદના હેઠળ ગણી અંતે આભાર વ્યક્ત કર્યો હતો.