22 વર્ષીય મૃતક યુવાન રાજકોટ રહીને જીપીએસસીની તૈયારી કરતો હતો, વેકેશનમાં બે દિવસ પહેલા જ ગામ આવ્યો હતોમોરબી : મોરબીના ખાખરાળા ગામે એક યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે જાણ થતાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના ખાખરાળા ગામે રબારી વાસમાં આજે રાત્રીના સમયે કિશન જગદીશભાઈ કરોતરા ઉર્ફે કાનો નામના આશાસ્પદ યુવાનની છરીના ઘા ઝીંકીને હત્યા થઈ છે. આ યુવાન 22 વર્ષનો હતો અને તે રાજકોટ બીએડનો અભ્યાસ કરી રહ્યો હતો. આ સાથે તે જીપીએસસીની તૈયારી કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ યુવાન વેકેશન હોવાથી બે દિવસ પૂર્વે જ ગામમાં આવ્યો હતો. તેની હત્યા બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વધુમાં પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.