મોરબી : મોરબી શહેરમાં સીટી એ ડિવિઝન પોલીસ તેમજ સીટી બી ડિવિઝન પોલીસે જુગાર અંગેના ચાર અલગ અલગ દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા ત્રણ શખ્સોને તેમજ જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં શનાળા રોડ ઉપર એબીસી પાનની દુકાન પાસેથી પોલીસે આરોપી રવિ રામજીભાઈ મકવાણા અને અશોક કિશનભાઈ તળેટીયાને ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 210 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં વાંકાનેર દરવાજા પાસેથી આરોપી જીવરાજ શંકરભાઇ ધામેચાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 600 કબજે કર્યા હતા.આ ઉપરાંત ત્રીજા દરોડામાં લાતી પ્લોટ મેઈન રોડ ઉપરથી સીટી એ ડિવિઝન પોલીસે આરોપી ઇકબાલ નૂરમામદભાઈ ગાલબ રહે.મહેન્દ્રપરા વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 320 કબજે કર્યા હતા. જ્યારે ચોથા દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે ભડિયાદ રોડ ઉપર નઝરબાગ રેલવે સ્ટેશન પાસેથી આરોપી અફઝલ ઉર્ફે જલો અકબરભાઈ સમાં રહે.સો ઓરડી વાળાને રોકડા રૂપિયા 1050 સાથે વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.