કિન્નરી ઈશાન જેસ્વાણીને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છેમોરબી : મોરબીમાં જેસ્વાણી પરિવારની લાડકી દીકરી કિન્નરી ઈશાન જેસ્વાણીએ પીએચડીનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું છે. કિન્નરીએ ઈલેક્ટ્રિકલ ક્ષેત્રે સંશોધન કર્યું હતું. ત્યારે આ પેપરને સ્વીકારાતા હવેથી તે ડો. કિન્નરી તરીકે ઓળખાશે. અનેક વિપરીત સંજોગો, કોરોના જેવો કપરો સમય તેમજ પારિવારિક અનેકવિધ જવાબદારીઓ વચ્ચે 7 - 7 વર્ષના અથાગ પરિશ્રમના અંતે કિન્નરીએ પીએચડીની પદવી મેળવી છે. આ માઈલસ્ટોન એચિવ કરવા બદલ કિન્નરીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે. તેમજ ભવિષ્યમાં પણ ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ આશીર્વાદ આપવામાં આવી રહ્યા છે.