ક્રાઇમબ્રાન્ચે વાડીની ઓરડીમાં છુપાવેલ રૂ.૧,૯૫,૧૪૦નો મુદામાલ કબ્જે કર્યો, આરોપી ફરાર હળવદ : મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડી વિદેશી દારૂની ૧૮૦ બોટલ તેમજ બીયરના ૭૪૪ ટીન સહિત કુલ રૂપિયા રૂ.૧,૯૫,૧૪૦ મુદામાલ કબ્જે કર્યો હતો. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમને હળવદ તાલુકાના જુના દેવળીયા ગામનીં સીમમાં આરોપી કમલેશ માવજીભાઈ ભોરણીયા રહે.જુના દેવળીયા વાળાએ પોતાની વાડીની ઓરડીમાં મોટા પ્રમાણમાં દારૂ છુપાવી વેચાણ કરી રહ્યો હોવાની બાતમી મળતા ક્રાઇમબ્રાન્ચની ટીમે દરોડો પાડતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની ૧૮૦ બોટલ તેમજ બીયરના ૭૪૪ ટીન સહિત કુલ રૂપિયા રૂ.૧,૯૫,૧૪૦ મુદામાલ મળી આવતા પોલીસે આરોપી કમલેશને ફરાર દર્શાવી હળવદ પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.