ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી પિતા - પુત્ર સહિતના શખ્સો તૂટી પડ્યામોરબી : મોરબી શહેરમાં પીયૂસી સેન્ટર ચલાવતા યુવાનની પત્નીના ફોનમાં ફોન કરનાર શખ્સને ફોન નહિ કરવાનું કહેતા ત્રણ વર્ષ પહેલાં થયેલા ઝઘડાનો ખાર રાખી પિતા - પુત્ર સહિતના ચાર શખ્સો યુવાનની દુકાને ધસી આવી ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ગપીની વાડીમાં રહેતા અને માર્કેટિંગ યાર્ડ પાસે પીયૂસી સેન્ટર ચલાવતા ગૌતમભાઈ પોપટભાઈ ડાભીએ આરોપી જેરામભાઈ પરસોત્તમભાઈ પરમાર, અંકિત જેરામભાઈ પરમાર, ભગવાનજી પરસોતમભાઈ પરમાર અને આરોપી દિનેશ ભગવાનજીભાઈ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, આરોપી અંકિત ત્રણ વર્ષ અગાઉ ફરિયાદી ગૌતમભાઈની પત્નીને ફોન કરતો હોવાથી ફોન કરવા બાબતે ઝગડો થયો હોય એ બાબતનો ખાર રાખી અવાર નવાર ઝઘડો કરતો હતો. જેમાં ગઈકાલે મોમ્સ હોટલ નજીક આરોપી અંકિતે ઝઘડો કર્યો હતો અને બપોરના સમયે ગૌતમભાઈની દુકાને આવી ચારેય શખ્સોએ ધોકા વડે માર મારી જાનથી મારી નાખવા ધમકી આપી માથાના ભાગે ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.