મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ઉમિયા પાર્કના નાકે અત્યારે સાંજના સમયે એક કાર ઓચિંતી સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ અંગે જાણ થતાં તુરંત જ ફાયર બ્રિગેડની ટિમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. બાદમાં કાર ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.