પ્રજાની સલામતી માટે રોડ ઉપર જાતે ખાડાઓ બુર્યા : પોતાના વર્તન ઉપરથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સૂત્ર સાર્થક કર્યુંમોરબી : મોરબીની રવાપર ચોકડીએ નિષ્ઠાભેર ફરજ બજાવનાર ટ્રાફિક શાખાના ASI દેવજીભાઈ ધનજીભાઈ વય નિવૃત થતા તેઓને ભાવભેર વિદાય આપવામાં આવી છે. પોલીસ પરિવાર દ્વારા તેઓને નિવૃત જીવનની શુભકામનાઓ પણ પાઠવવામાં છે.મોરબી ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ASI દેવજીભાઈ ધનજીભાઈ 37 વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ આજે વય નિવૃત્ત થયા છે. આજે તેઓનો વિદાય સમારંભ ટ્રાફિક શાખા દ્વારા ગોઠવવામાં આવ્યો હતો. આ વેળાએ સૌ કોઈએ તેઓની ફરજને બિરદાવી હતી. દેવજીભાઈએ રવાપર ચોકડી ખાતે ટ્રાફિકને લઈને ખૂબ સારી કામગીરી કરી છે. તેઓએ પ્રજા સાથે સારૂ વર્તન કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક કર્યું છે. આ ઉપરાંત પ્રજાની સલામતી માટે તેઓએ રોડ ઉપરના ખાડાઓ પણ જાતે બુર્યા છે. તેઓ જીવદયા પ્રવૃત્તિમાં પણ અગ્રેસર રહ્યા છે. પશુ- પક્ષીઓની જઠરાગ્નિ ઠારવાનું પણ તેઓ કામ કરતા હતા. આમ તેઓની નોકરી દરમિયાનની કામગીરી પ્રેરણારૂપ રહી હતી. તેઓનું હવે પછીનું જીવન નિરોગી રહે તેવી પોલીસ પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.