મોરબી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલામાં નિર્દોષ પર્યટકએ જીવ ગુમાવ્યા છે ત્યારે હુમલામાં મૃત્યુ પામેલા તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા માટે 28 એપ્રિલના રોજ મોરબીના વોર્ડ નંબર-5માં દરબારગઢ ચોક ખાતે રામજી મંદિર પાસે શ્રદ્ધાંજલિ સભા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહીને મૃતકના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.