યજ્ઞ, પ્રવચન અને અન્નકૂટ સહિતના કાર્યક્રમ યોજાયામોરબી : જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈને મોરબીમાં આજે સાદગી પૂર્ણ માહોલમાં પરશુરામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. પરશુરામ જન્મોત્સવ નિમિત્તે નીકળતી શોભાયાત્રા સહિતના મોટા કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા.પરશુરામ જન્મોત્સવ નિમિત્તે આજે 29/4/2025ના રોજ મોરબીમાં વિવિધ કાર્યક્રમો શાંતિપૂર્ણ અને સાદગી પૂર્ણ રીતે યોજાયા હતા. જેમાં સવારે 8 કલાકે પરશુરામ ધામ મોરબી મુકામે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લહેરુ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સવારે 9:30 કલાકે સંસ્કાર હોલ જીઆઇડીસી ખાતે પરશુરામ ભગવાનના જીવન ચરિત્ર ઉપર પ્રવચનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડોક્ટર કૃષ્ણકાંત શુક્લ રાજકોટથી પ્રવચન માટે ઉપસ્થિત રહ્યા હતા. પરશુરામ યુવા ગ્રુપ દ્વારા સાંજે 7 કલાકે પરશુરામ ધામ મંદિર ખાતે અન્નકુટ અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.