કેનાલને કોન્ડયુટ(બોક્ષ) કરવા માટે વહીવટી અને તાંત્રિક મંજુરી મળી : ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશેમોરબી : મોરબીમાં લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધીની ખુલ્લી કેનાલને ઢાંકી દેવામાં આવશે. આ પ્રોજેકટને લીલીઝંડી મળી ગઈ છે. એટલે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે તેવી નાયબ કમિશનરે જાહેરાત કરી છે. તાજેતરમાં મોરબીના નવલખી ફાટક પાસે એક ખુલ્લા નાલામાં પડી જતા 6 વર્ષના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ લીલાપર ચોકડીથી દલવાડી સર્કલ સુધીમાં અનેક જગ્યાએ જોખમી હાલતમાં રહેલી કેનાલનો મુદ્દો પણ ઉછળ્યો હતો. તેવામાં હવે કેનાલને ઢાંકી દેવાનો પ્રોજેકટ મંજુર થયો છે. મહાપાલિકાના નાયબ કમિશનરની યાદીમાં જણાવ્યા મુજબ લીલાપર ચોકડીથી રવાપર ચોકડીથી બાયપાસ સુધી મચ્છુ-2 સિંચાઈની મુખ્ય કેનાલને કોન્ડયુટ(બોક્ષ) કરવા માટે હાલે સદર કામગીરી અન્વયે વહીવટી અને તાંત્રિક મંજુરી મળી ગયેલ છે. જેનું ઓનલાઈન ટેન્ડર ટુંક સમયમાં કરવામાં આવશે.