ખાનગી કંપની મકાનનો કોમર્શિયલ ઉપયોગ કરતી હોવાના આક્ષેપ સાથે મામલતદારને રજુઆતહળવદ : હળવદમાં શિવધારા બંગ્લોઝ સોસાયટીમાં ગેરકાયદેસર રીતે રહેણાંક મકાન પાવરગ્રીડ કંપનીને ભાડે આપવામાં આવ્યું હોય, જેનો કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોવાની રાવ સાથે સ્થાનિકો દ્વારા મામલતદારને રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવાયુ છે કે હળવદ ગામે માળિયા હાઇવે પર આવેલ શીવધારા બંગ્લોઝમાં નંબર :- ૩૬ જે મમતાબેન મુગટલાલ રાવલ, રહે.ગીરનારી નગરવાળાની માલીકીનું છે. જેઓએ રહેણાંક મકાન હોવા છતા તેમજ રેસીડેન્ટ એરીયા હોવા છતા તેઓએ ગેરકાયદેસર ભાડે મકાન પાવર ગ્રીડ કંપનીને આપેલ છે જેઓ દ્રારા રેસીડેન્ટ હોવા છતા કોર્મશીયલ ઓફીસ તરીકે ઉપયોગ કરે છે. જે તદન ગેરકાયદેસર કહેવાય. આ કોર્મશીયલ ઓફીસ હોવાથી આ રેસીડેન્ટ એરીયામાં દરરોજ સવારથી રાત્રીના મોડે સુધી ૧૫ થી ૨૦ ગાડીઓ અવર-જવર કરે છે અને જાહેર રસ્તામાં પાર્કીંગ કરે છે અને અહી રહેતા લોકોને આવવા-જવામાં તેમજ વાહનો લાવવા લઈ જવવામાં પોતાના ઘરો હોવા છતા ખુબજ મુશ્કેલી પડે છે તેમજ નાના બાળકો તેમજ વૃધ્ધો તેમજ અન્ય લોકોને પણ આવવા-જવા ચલવામાં ખુબજ મુશ્કેલી પડે છે. આ મામલે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.