મોરબી : મોરબીના રફાળેશ્વર અને મકનસર વચ્ચે મેલડી માતાજીના મંદિર સામે આજે સાંજના સમયે એક ડમ્પરના ટાયર સળગ્યા હતા. જોતજોતામાં આ આગ ડમ્પરમાં પ્રસરી ગઈ હતી. આ મામલે ફાયર વિભાગને જાણ થતાં ફાયરની ટીમે ઘટના સ્થળે દોડી જઇ પાણીનો મારો ચલાવ્યો હતો.