મોરબી : મોરબી તાલુકાની ખાખરાળા ગામે આવેલી ખાખરાળા તાલુકા શાળાને 100 વર્ષ પૂર્ણ થતાં આગામી તારીખ 2 મે ને શુક્રવારના રોજ શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાશે.2 મેના રોજ ખાખરાળા તાલુકા શાળા ખાતે યોજાનાર શતાબ્દી મહોત્સવમાં સવારે 8 કલાકે કાર્યક્રમની શરૂઆત થશે. જેમાં ખોખરા હનુમાન મંદિર, બેલાના મહામંડલેશ્વર કનકેશ્વરીદેવીજી, શાંતિ નિકેતન આશ્રમ જોધપર (નદી)ના ભાણદેવજી મહારાજ, નકલંક મંદિર બગથળાના મહંત દામજી ભગત આશીર્વચન પાઠવવા ઉપસ્થિત રહેશે. બપોરે 11 કલાકે ખાખરાળા તાલુકા શાળા ગ્રાઉન્ડમાં ભોજન સમારંભ યોજાશે.