6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકો મોરબી સિવિલમાં દાખલમોરબી : માળિયા (મી.)માં નોનવેજ ખાધા બાદ પરિવારના 14 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થયાનો બનાવ સામે આવ્યો છે. હાલ તમામ દર્દીઓને મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર માળિયા મિયાણાના ખારા વિસ્તારમાં સેન્સાવલીના પાટિયા પાસે રહેતું રહીમભાઈ કરીમભાઈ મોવરના પરિવારમાં ગત રોજ બપોરે ઝીંગાનું શાક ખાધા બાદ પરિવારના 14 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થઈ ગયું છે. હાલ તેઓને ઝાડા, ઉલટી અને તાવ સહિતની સમસ્યાઓ છે. તેઓનો પરિવાર 16 સભ્યોનો છે પણ ને સભ્યો બહાર હોય, બાકીના તમામ 14 સભ્યોને ફૂડ પોઇઝનિંગ થયું છે. જેમાં 6 પુરુષ, 5 મહિલા અને 3 બાળકોનો સમાવેશ થાય છે. હાલ તમામ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.