ટંકારા : આતંકી હુમલા બાદ સુરક્ષાને ધ્યાને લઇ ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 1000થી વધુ બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે. ત્યારે ટંકારા પંથકમાં પણ થાણા અધિકારી કે.એમ.છાસિયાની ટિમ દ્વારા વસાહતો તેમજ કારખાનાઓમાં ચેકીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. અહીં કોઈ બાંગ્લાદેશીઓ છે કે નહીં તેને લઈને વિવિધ સ્થળોએ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.