વાંકાનેર : વાંકાનેરના જાલસીકામાં શ્રી હોલ માતાજીના મંદિર ખાતે તા. 29-4-2025ને મંગળવારના રોજ પંચાળ પ્રદેશની આદ્યશક્તિ હોલ માતાજીના 18મા વાર્ષિક વૈશાખી બીજ મહોત્સવમાં નવરંગા માંડવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 29-4-2025ને મંગળવારના રોજ વહેલી સવારે શુભ મુહુર્તમાં થાંભલી રોપણ, શુભ મુહૂર્તમાં ધજા આરોહણ, સવારે 7 થી 1 કલાક દરમ્યાન ચંડી યજ્ઞ, બપોરે તથા સાંજે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ તા. 30-4-2025ને બુધવારના રોજ સવારે શુભ મુહૂર્તમાં થાંભલી વધાવવામાં આવશે. તો આ શુભ પ્રસંગે સર્વે ધર્મપ્રેમી જનતાઓને આ માંડવાનો લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.