ટંકારા : ટંકારા તાલુકાના વાઘગઢ ગામે આગામી તારીખ 3 મેના રોજ મુકેશભાઈ વેલજીભાઈ બારૈયાના આંગણે ગાયત્રી હવન તથા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે.3 મેના રોજ સવારે 9 કલાકે મુકેશભાઈ બારૈયાના નિવાસ સ્થાને સવારે 9 કલાકે ગાયત્રી યજ્ઞ યોજાશે. ત્યારબાદ સાંજે 5 કલાકે સામૈયા કરવામાં આવશે અને રાત્રે 9 કલાકે રામજી મંદિર ચોકમાં રામામંડળ રમાશે. જેમાં પીઠડનું પ્રખ્યાત રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવવામાં આવશે.