પ્રાંતનો હુકમ હોવા છતાં રસ્તો ખુલ્લો ન કરવામાં આવતો હોવાના આક્ષેપમોરબી : નસીતપર-થોરાળા વચ્ચેનો ગાડામાર્ગ ફેકટરીએ બંધ કરી દેતા ખેડૂતોને હાલાકી પડી રહી છે. આ મામલે ખેડૂતોએ મામલતદારને રજુઆત કરી તાત્કાલિક આ માર્ગ ખોલાવવાની માંગ કરી છે. ખેડૂતોએ મામલતદારને કરેલી રજુઆતમાં જણાવ્યુ કે નસીતપર-થોરાળા વચ્ચેનો ગાડામાર્ગ એક ફેક્ટરીએ બંધ કરી દીધો છે. આ ફેકટરી ચાચાપરના સર્વે નંબરમાં આવે છે. પ્રાંત અધિકારીએ પણ રસ્તો ખુલ્લો કરવા હુકમ કર્યો છે. તેમ છતાં ફેકટરીધારકે અહીં ખાડાઓ ખોદી વૃક્ષો વાવીને રસ્તો બંધ કરી દીધો છે. આ રસ્તો બંધ હોવાથી બન્ને ગામોના ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે. ત્યારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.