અકસ્માત નોતરતા સ્થળોને બ્લેક સ્પોટ જાહેર કરી પગલાં લેવાતા સારા પરિણામ મળ્યામોરબી : સીરામીક નગરી મોરબીમાં વાહનનો વ્યાપક અવર-જવર વચ્ચે નવા વાહનોની સંખ્યા દિવસે -દિવસે વધી રહી હોવા છતાં આશ્ચર્યજનક રીતે મોરબી જિલ્લામાં માર્ગ અકસ્માત અને માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના પ્રમાણમાં ઉતરોતર ઘટાડો થઇ રહ્યો છે. આ પાછળનું કારણ માર્ગ અને મકાન વિભાગ ઉપરાંત પોલીસ - આરટીઓની સંયુક્ત કામગીરી છે. ત્રણેય વિભાગે સંયુક્ત કામગીરી કરી બેલ્ક સ્પોટ ઘટાડતા છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ 18 ટકા જેટલું ઘટી ગયું છેમાર્ગ અકસ્માતની ઘટનામાં મોટાભાગે બ્લેક સ્પોટ એટલે કે અકસ્માત સંભવિત ક્ષેત્ર મહત્વનો ભાગ ભજવતા હોય છે. .મોરબી એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર વાંકાનેર બાઉન્ડ્રી, લાલપર, રફાળેશ્વર, મકનસર,વાંકાનેરની નર્સરી ચોકડી, હળવદ તાલુકામાં કવાડીયા પાટિયું, ધનાળા ચોકડી તેમજ મોરબી રાજકોટ હાઇવે ઉપર લજાઈ ચોકડી એમ આઠ બ્લેક સ્પોટ હતા. જો કે, સમયાંતરે પોલીસ, આરટીઓ અને હાઇવે ઓથોરિટીએ સંયુક્ત પ્રયાસો કરી આવા બ્લેક સ્પોટ ઉપર રીફલેકટર, કેટ આઈ, કટ્ટ બંધ કરવા સહિતના પગલાં લેતા આઠ બ્લેક સ્પોટ હાલમાં ઘટીને ત્રણ થયા છે. હાલમાં જિલ્લામાં ધનાળા, કવાડીયા પાટિયું અને લાલપર ચોકડી ખાતે જ બ્લેક સ્પોટ હોય તેને પણ દૂર કરવા પ્રયાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું.મહત્વની બાબત ઉપર પ્રકાશ પાડતા મોરબી એઆરટીઓ જણાવે છે કે, છેલ્લા પાંચ વર્ષમાં મોરબી જિલ્લામાં વાહન ખરીદીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં જ મોરબીન જિલ્લાના રોડ-રસ્તા ઉપર નવા 1,64,850 વાહનો દોડતા થયા છે. આમ છતાં મોરબી જિલ્લામાં માર્ગ સલામતી અંગેના જનજાગૃતિ માટેના કાર્યક્રમો અને આરટીઓ તેમજ પોલીસની ઝુંબેશના સારા પરિણામ મળી રહ્યા છે, વર્ષ 2022માં 328 માર્ગ અકસ્માતમાં 235 લોકોએ જીવ ગુમાવ્યા હતા. જેની સામે વર્ષ 2023માં અકસ્માતની સંખ્યામાં ઘટાડા સાથે 312 અકસ્માતમાં 208 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.આ ઉપરાંત વર્ષ 2024માં માર્ગ અકસ્માતની ઘટનામાં ખાસ એવા ઘટાડા સાથે 282 અકસમાત સર્જાયા હતા જેમાં 191 લોકોના મૃત્યુ નિપજ્યા હતા.___________________________જિલ્લામાં બે વર્ષમાં હિટ એન્ડ રનની 44 ઘટનામોરબી જિલ્લામાં અકસ્માત સર્જી નાસી જવાનું પ્રમાણ ખુબ વધુ છે, ખાસ કરીને વાંકાનેર-મોરબી-કચ્છ નેશનલ હાઇવે ઉપર આવા બનાવો વધુ બની રહ્યા છે ત્યારે વર્ષ 2022 થી 24 દરમિયાન બે વર્ષના સમયગાળામાં જિલ્લામાં હિટ એન્ડ રનના 44 કેસ નોંધાયા હોવાનું અને કેન્દ્ર -રાજ્ય સરકારની યોજના મુજબ આવા કિસ્સામાં ઝડપભેર ભોગ બનનારના પરિવારજનોને મૃત્યુના કિસ્સામાં બે લાખ તેમજ ગંભીર ઇજાના કિસ્સામા 50 હજારની સહાય સામે ચાલીને આપવામાં આવતી હોવાનું પણ એઆરટીઓએ જણાવ્યું હતું.___________________________અકસ્માતની ઘટનાઓની તુલના___________________________● વર્ષ : 2022 અકસ્માતની સંખ્યા : 328અકસ્માતમાં મૃત્યુ : 235અકસ્માતમાં ઘાયલ : 241___________________________● વર્ષ : 2023 અકસ્માતની સંખ્યા : 312અકસ્માતમાં મૃત્યુ : 208અકસ્માતમાં ઘાયલ : 252___________________________● વર્ષ : 2024અકસ્માતની સંખ્યા : 282અકસ્માતમાં મૃત્યુ : 191અકસ્માતમાં ઘાયલ : 200___________________________