5420 મણ ઘઉંની આવક, ભાવ 554 સુધી બોલાયામોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડ આજે 28 એપ્રિલ ને સોમવારના રોજ ઘઉં, કપાસ, તલ, મગફળી, જીરું, સુવાદાણા, ધાણા, તુવેર, અડદ, ચણા, એરંડા, સોયાબીન અને રાયડો તથા લીલા મરચા રીંગણા, ટમેટા, કોબીજ, કાકડી, લીંબુ, કારેલા વગેરે શાકભાજીની પણ આવક થવા પામી છે. મોરબી યાર્ડમાં આજે 1084 ક્વિન્ટલ એટલે કે 5420 મણ ઘઉંની આવક થઈ છે. ઘઉંના સૌથી ઉંચા ભાવ આજે 554 રૂપિયા સુધી બોલાયા છે. મોરબી યાર્ડમાં આજે 100 ક્વિન્ટલ જીરુંની આવક થઈ છે. જીરુંના સૌથી ઉંચા ભાવ 4360 રૂપિયા સુધી બોલાયા છે. કપાસના ઉંચા ભાવ 1450 બોલાયા છે. તલના 1826, જીણી મગફળીના પ્રતિમણ 970, સુવાદાણાના 1601, ધાણાના 1196, તુવેરના 1310, અડદના 1391, ચણાના 1070, એરંડાના 1184, સોયાબીનના 786 અને રાયડાના 1041 સુધીના ભાવ બોલાયા છે.આજે શાકભાજીમાં લીલા મરચાના પ્રતિ મણ 400 રૂપિયા, રીંગણાના 400 રૂપિયા, કારેલાના 700 રૂપિયા, ગુવારના 1400 રૂપિયા, ભીંડાના 700 રૂપિયા, ટામેટાના 240 રૂપિયા, કોબીજના 120 રૂપિયા, કાકડીના 600 રૂપિયા, લીંબુના 3000 રૂપિયા, દુધીના 300 રૂપિયા અને સુક્કી ડુંગળીના 300 રૂપિયા ભાવ બોલાયા છે.