મોરબી : RNDP+ સંચાલિત સમગ્ર પ્રોજેક્ટ અંતર્ગત મોરબી ખાતે ફિલ્ડ વર્ક માટે 3 CLH સ્ટાફની જરૂર છે. 12 પાસ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો આ નોકરી માટે ઉમેદવારી કરી શકશે. મોરબી સિટી અને જિલ્લામાં ફિલ્ડ વર્ક કરી શકે તેવા, HIV ફિલ્ડના અનુભવી, HIV પોઝિટિવ ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે.આ કામ માટે 9 હજાર+ 5 હજાર ટ્રાવેલિંગ ભથ્થું આપવામાં આવશે. તારીખ 1 મે ને ગુરવારના રોજ સવારે 11 કલાકે GMERS હોસ્પિટલ, ART સેન્ટર મોરબી ખાતે ઓપન ઈન્ટરવ્યૂ યોજાશે. તો રસ ધરાવતા ઉમેદવારએ સ્વ હસ્તાક્ષરે લખેલી અરજી અને ડોક્યુમેન્ટ સાથે ઉપસ્થિત રહેવા જણાવાયું છે. વધુ માહિતી માટે મો.નં. 96620 39751 અથવા 98244 29000 પર સંપર્ક કરવા જણાવાયું છે.