હળવદ : હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના કેદારીયા ગામની નેસડા નામે ઓળખાતી સીમમાં વોકળામાંથી વિદેશી દારૂની 54 બોટલ કિંમત રૂપિયા 34,614 કબજે કરી હતી. વધુમાં દારૂની આ બોટલ આરોપી ચેતન ભરતભાઇ કોળી રહે.કેદારીયા વાળાએ અહીં છુપાવ્યાનુ ખુલતા પોલીસે આરોપી ચેતનને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.