મોરબી : મોરબી તાલુકાના રંગપર બેલા નજીક આવેલ સનટેન સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતા દાદુરામ બિઝસેન ઉ.26 નામના પરપ્રાંતીય શ્રમિકને રાત્રીના સમયે વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.