મોરબી : મોરબીની જૂની પોસ્ટ ઓફિસ પાસે ફરજ બજાવતા ટીઆરબી જવાન ભરતભાઈ સોલંકીને એક પાકીટ મળ્યું હતું. આ પાકીટમાં ડોક્યુમેન્ટ પણ હતા. ત્યારે ભરતભાઈ સોલંકીએ મૂળ માલીકને શોધીને આ પાકીટ માલીકની પરત કરીને માનવતા દાખવી છે. પાકીટના માલીકે પણ ભરતભાઈ સોલંકીનો આભાર કર્યો હતો.