પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી : બાજુમાં રામદેવપીર મંદિરે નિદાન પેટીમાંથી પણ ચોરીહળવદ : હળવદ તાલુકાના જુના રાયસંગપુર ગામે વૃદ્ધ મહિલાને ગત રાત્રીનાં કોઈ અજાણ્યા લુટાળુઓ દ્વારા રાત્રિના સમયે ઘરનો દરવાજો ખખડાવી વૃદ્ધ મહિલા દરવાજો ખોલતાની સાથે જ બહાર ખેંચી કાનમાં પહેરેલા સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે.વધુમાં આ શખ્સો દ્વારા બાજુમાં આવે રામદેવપીર મંદિરે પણ દાન પેટીમાંથી ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. જુના રાયસંગપુર ગામે રહેતા બાવલભાઈ ધનાભાઈ દલવાડી ગતરાત્રિના ઘરે સુતા હતા ત્યારે રાત્રિના ત્રણેક વાગ્યે ઘરનો દરવાજો કોઈ અજાણા શખ્સો દ્વારા ખખડાવામાં આવતા બાવલ ભાઈના વૃદ્ધ પત્ની રૂખીબેન દરવાજો ખોલતાની સાથે જ 3 શખ્સો દ્વારા આ વૃધ્ધ મહિલાને બહાર ખેંચી લઈ તેઓના કાનમાં પહેરેલા બે તોલાના સોનાના દાગીનાની લૂંટ ચલાવી નાખી છૂટીયા હતા.વધુમાં આ શખ્સો દ્વારા બાજુમાં આવેલ રામદેવપીર મંદિરે પણ દાનપેટીમાંથી રોકડની ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ગતરાત્રિના થયેલ લૂંટમાં ત્રણ શખ્સો હોવાનું ગામ લોકો કહી રહ્યા છે સાથે જ આ ત્રણેય શક્શો કાળા પથ્થરો લઈને આવ્યા હતા. વૃદ્ધ મહિલા સાથે ઝપાઝપી કરી કાનમાં રહેલ સોનાના દાગીના ખેંચી લેતા મહિલાના કાનમાં ઇજાઓ પહોંચી છે સાથે જ તેને બચાવવા તેઓના પછી વચ્ચે પડતા તેઓ સાથે પણ ઝપાઝપી થઈ હતી. હાલ આ બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન તેજ કર્યા છે.