એ ડિવિઝન પોલીસે યુવકને હસ્તગત કરી પરિવારને બોલાવી તેઓનું નિવેદન લીધુંમોરબી : મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિએ જાહેરમાં વાહનનો રોકી ટ્રાફિક જામ કરી બકવાસ કરી અરાજકતા ઉભી કરેલ હોય જે વાતની જાણ થતા મોરબી એ ડિવિઝન પોલીસ ત્યાં પહોંચી વ્યક્તને હસ્તગત કરી પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરતા પોતાનું નામ જીતેશભાઈ ઉર્ફે જીતુ હસમુખ મીરાણી જાતે લોહાણા ઉવ. 49 રહે. વાઘપરા શેરી નં 10, મોરબીવાળો હોવાનું જણાવ્યું હતું.તેની હરકતો જોતા તેની માનસિક અસામાન્ય લાગતા તેના સબંધીનો સંપર્ક કરતા તેમના ભાઈ પોલીસ સ્ટેશને આવી જીતુભાઈ મીરાણી માનસિક અસ્થિર હોવાનું જણાવેલ હતું. આ પહેલા એક વર્ષ જેટલો સમય તેને યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે રાખેલ હોય તેમજ અલગ અલગ હોસ્પિટલમા સારવાર ચાલુ હોવાનું જણાવ્યું હતું. જેથી તેમના ભાઈનું વિગતવારનું નિવેદન લઇ યદુનંદન આશ્રમ ખાતેથી ખરાઈ કરી જીતુભાઇ મીરાણીને તેમના ભાઈ સાથે યદુનંદન આશ્રમ લીલાપર રોડ ખાતે સારવારમા મોકલી આપેલ છે. તેમ પોલીસની યાદીમાં જણાવાયું છે.