ભારતનો ઈતિહાસ પુસ્તકના વિમોચન વેળાએ શ્રીનાથજીની ઝાંખી રજૂ થઈમોરબી : મોરબીના ડો.જયેશ પનારા લિખિત પુસ્તક વિક્રમ સવંત 1600 થી 2000 ભારતનો ઇતિહાસનું તથા મોરબીના માતૃશક્તિ કોમલબેન પનારા અને પ્રજ્ઞાબેન જીવાણી લિખિત પુસ્તક યથાર્થ નામ નિધિ પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું.મોરબીની ભૂમિ અનેક કવિ લેખકોની ભૂમિ છે. મોરબીમાં લક્ષ્મીજીની સાથે સાથે સરસ્વતીજીની પણ એટલી જ કૃપા વરસે છે. એ અન્વયે ભારત વિકાસ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના કોષાધ્યક્ષ અને મોરબીના પ્રસિદ્ધ ગાયનોકોલોજીસ્ટ ડો.જયેશ પનારા દ્વારા વિક્રમ સંવત 1600 થી 2000 નો સાચો ઈતિહાસ બે ખંડમાં લખેલ છે. ઇતિહાસ એ કોઈ પણ રાષ્ટ્રનો પ્રાણ છે. રાષ્ટ્રઆત્માનું જ્ઞાન અને રાષ્ટ્રશરીરનું કર્મ ઇતિહાસ પર નિર્ભર છે.ઈતિહાસ સભ્યતા અને સંસ્કૃતિનું મુખ્ય અંગ છે.ત્યારે વર્ષોના વિદેશીઓના આક્રમણ અને એમને કરેલા ભારત પર રાજના કારણે ભારતનો ઈતિહાસ વિકૃત રીતે રજૂ કરવામાં આવ્યો અને ભણાવવામાં આવ્યો, વર્ષો સુધી બાબર, હુમાયું, અકબર, શાહજહાં વગેરેનો મહિમા મંડન કરતો ઈતિહાસ ભણાવવામાં આવ્યો ત્યારે હાલ ભારતીય જ્ઞાન પ્રણાલી મુજબ ભારતનો ભવ્ય ઇતિહાસ છત્રપતિ શિવાજી મહારાજ, શૂરવીર રાણા પ્રતાપ, પરાક્રમી પૃથ્વીરાજ ચૌહાણ, ચંદ્રગુપ્ત મોર્ય, સમ્રાટ અશોક વગેરે મહાબળશાળી રાજાઓનો ઇતિહાસ વિદ્યાર્થીઓ ભણે એમાંથી વિદ્યાર્થીઓ રાષ્ટ્રસેવા, રાષ્ટ્રભક્તિ, રાષ્ટ્રપ્રેમની ભાવના શીખે એ માટે ડો.જયેશભાઈ પનારાએ સંત તુલસીદાસ, ગુરુ નાનકથી માંડી મહારાણા પ્રતાપ શિવાજી મહારાજ અને મરાઠા વિજેતાઓની કથા તેમજ હિન્દુ રાજાઓનો ભવ્ય તેજસ્વી કાર્યકાળ, અંગ્રેજોનો ભારતમાં પગ પેસારો, દેશી રજવાડા, ક્રાંતિકારીઓ અને પ્રજાએ સંઘર્ષ કર્યો તેની વાત આલેખી છે,એવી જ રીતે હાલ જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે પિન્ટુ,પિંકુ,ચીંટુ, કિયાન, મોંટુ કેલ્વિન,પિંકિ જેવા અર્થવિહીન નામ કરણ કરવામાં આવે છે ત્યારે ડો.જયેશ પનારાના ધર્મપત્ની કોમલબેન પનારા તેમજ એમના સખી પ્રજ્ઞાબેન જીવાણીએ રાશિ મુજબના ભારતીય નામનું મહત્ત્વ દર્શાવતું પુસ્તક 'યથાર્થ નામ નિધિ' પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તક વિમોચન કાર્યક્રમમાં રાજકોટના પૂર્ણિમા સત્સંગ મંડળ દ્વારા અદ્વિતીય, અકલ્પનિય એવી રાગ રાગીણી, નૃત્ય, ભાવવાહી પ્રસ્તુતિ દ્વારા શ્રીનાથજીની ઝાંખી રજૂ કરવામાં આવી હતી. મોરબીના કેશવ પાર્ટી પ્લોટ ખાતે યોજાયેલા આ પુસ્તક વિમોચન તેમજ પનારા દંપતીના લગ્ન જીવનની પચ્ચીસમી વર્ષગાંઠની ઉજવણી કાર્યક્રમમાં વિમોચક ડો.રાજેશભાઈ ચૌહાણ (એસોસીએટ પ્રોફેસર ઈતિહાસ બાળ સંશોધન વિશ્વ વિદ્યાલય) તેમજ ડો.જયંતિભાઈ ભાડેસિયા (સંઘ ચાલકજી પશ્ચિમ ક્ષેત્ર આરએસએસ), ડો.બાબુલાલ અઘારા (ઉપાધ્યક્ષ વિદ્યા ભારતી પશ્ચિમ ક્ષેત્ર), ડો.મેહુલ આચાર્ય (સંસ્કૃતિ આર્યગુરુકુલમ્ રાજકોટ), પ્રભુચરણદાસ (મહામંત્રી અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશ) તેમજ જયંતિભાઈ રાજકોટિયા (પ્રમુખ જિલ્લા ભાજપ મોરબી), કાંતિભાઈ અમૃતિયા (ધારાસભ્ય મોરબી- માળીયા), દુર્લભજીભાઈ દેથરીયા (ધારાસભ્ય ટંકારા-પડધરી) વગેરેની પ્રેરક ઉપસ્થિત રહી હતી. તેમજ મોરબીના ડોકટર, આરએસએસ કાર્યકર્તાઓ, ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના કાર્યકર્તાઓ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ, તેમજ વિશ્વ હિન્દુ પરિષદ, વિદ્યાભારતીના કાર્યકર્તાઓ, સંસ્કાર ભારતી, ભારતીય વિચાર મંચ, સંસ્કૃત ભારતી, સીમા જાગરણ મંચ, આરોગ્ય ભારતી તથા મોરબીના અગ્રણીઓની હાજરી વચ્ચે પુસ્તકોનું વિમોચન થયું હતું. તમામ મહાનુભાવોએ ઈતિહાસનું આલેખન કરવાનું મહામુલું કાર્ય કરવા બદલ ડો.જયેશભાઈ પનારાને ધન્યવાદ પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન નિરવભાઈ રાવલે કયું હતું. બંને પુસ્તકનું પ્રાપ્તિ સ્થાન કલરવ પ્રસુતિ ગૃહ અને સોનોગ્રાફી સેન્ટર, શનાળા રોડ, મોરબી, મો. નં. 94091 26767 ખાતે હોવાનું લેખક દ્વારા જણાવાયું હતું.