મોરબી : મોરબી શહેરમાં અનેક જગ્યાએ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. જેનો કોઈ કાયમી ઉકેલ ન આવતા રહીશો અવારનવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. ત્યારે મોરબીના સાવસર પ્લેટમાં આજે શેરીમાં ગટરના પાણી ઉભરાતા સમગ્ર શેરીમાં ગટરના પાણી ફરી વળ્યા હતા. સાવસર પ્લોટમાં એ-વન પાનની પાછળના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાની સમસ્યા યથાવત છે. પરંતુ આજ રોજ ગટરના પાણી ઉભરાતા આખી શેરીમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વેપારીઓ અને રહીશોને ભારે અલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ સમસ્યા અંગે અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે લોકો માગ કરી રહ્યાં છે કે આ સમસ્યાનો કાયમી ઉકેલ ઝડપથી લાવવામાં આવે.