મોરબી : સ્વ. શૈલેષભાઈ મગનભાઈ સંઘાણી (કેશવ હાઇટ્સ મોરબી)ની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સંઘાણી પરિવાર દ્વારા સંસ્કાર બ્લડ સેન્ટર હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્તદાન કેમ્પમાં 30 રક્તદાતાઓએ રક્તદાન કરી સ્વ. શૈલેષભાઈ સંઘાણીને શ્રદ્ધાંજલિ આપી હતી. પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરી સંઘાણી પરિવારે સમાજને પ્રેરણા આપી હતી. કેમ્પને સફળ બનાવવામાં હર્ષદભાઈ સંઘાણી અને સંઘાણી પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટરના પ્રેરક પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ રક્તદાતાઓ, હર્ષદભાઈ સંઘાણી અને આયોજકોનો આભાર માન્યો હતો.